વડનગર: તાનારીરી ખાતે મુખ્યમંત્રીના હસ્તે મહોત્સવનો રંગારંગ શુભારંભ
વડનગર ખાતે તાનારીરી મહોત્સવનો ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રંગારંગ શુભારંભ કરાયો છે. વડનગરની નાગર કન્યા તાના અને રીરીની યાદમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહોત્સવની શરૂઆત કરાવી હતી જે આજે પણ યથાવત છે. આજે શાસ્ત્રીય સંગીતના કલાપિની કોમકલી,સિતાર વાદક નિલાદ્રી કુમાર ,લોકગાયિકા ઈશાની દવે જેવા કલાકારો હાજરી આપશે જ્યારે આવતી કાલે સુભદ્રા દેસાઈ અને પાર્થ ઓઝા પ્રસ્તુતી આપશે.