દાંતા: અંબાજીની કારમેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે જાગૃકતા રેલી યોજાઇ
વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે અંબાજીની કારમેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા રેલી યોજવામાં આવી આજે વિશ્વ એડ્સ દિવસ મનાવવામાં આવે છે ત્યારે અંબાજીમાં પણ કારમેલ સ્કૂલ દ્વારા વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલના બાળકો દ્વારા જાગૃકતા રેલી કાઢવામાં આવી હતી જેમાં પ્લે કાર્ડ,બેનર દ્વારા એડ્સ વિશે જાગરૂકતા ફેલાવતા સ્લોગન દર્શાવવામાં આવ્યા હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓએ એડ્સની જાગૃતિ વિશે નારા લગાવ્યા હતારેલીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સ્ટાફ જોડાયા હતા