વડોદરા શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ કેમ ધકેલાઈ રહ્યું છે? શા માટે પર્યાવરણની જાળવણીમાં સંસ્કારી નગરીનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે? આ સવાલોના જવાબો આજે સામે આવ્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા ભાયલીમાં પાલિકાની કામગીરીનો 'જીવતો જાગતો પુરાવો' જોવા મળ્યો છે. જ્યાં એક તરફ તળાવને સુંદર બનાવવા કરોડોનો ખર્ચો થઈ રહ્યો છે, ત્યાં જ બીજી તરફ પાલિકાના પાપે જ તેમાં ગટરના પાણી ઠલવાઈ રહ્યા છે.