સુરત શહેરમાં સોનાની જ્વેલરી ખરીદતા પહેલા ચેતી જવાનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અમરોલી પોલીસે ચાંદીની બંગડીઓ પર સોનાનું કોટિંગ ચડાવીને વેપારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાએ જ્વેલરી ખરીદનારાઓમાં ખળભળાટ મચાવ્યો છે.છાપરાભાઠા વિસ્તારમાં બે ઇસમોએ એક વેપારીને ચાંદીની બંગડીઓ પર સોનાની કોટિંગ ચડાવીને તેને અસલી સોનાની બંગડીઓ હોવાનું જણાવીને વેચવાનો પ્રયાસ કર્યો હતો.