તારાપુર તાલુકાના કનેવાલ ગામે આવેલા તળાવમાંથી તારાપુર,પેટલાદ,ખંભાત તાલુકાના ગામોમાં તેમજ સૌરાષ્ટ્રના ૬ જીલ્લામાં પીવા માટેનું પાણી પુરુ પાડવામાં આવે છે.જે કનેવાલ તળાવની ગુજરાત રાજ્ય કક્ષાના જળસંપત્તિ,પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલે મુલાકાત લીધી હતી. અને કામની સમીક્ષા કરી હતી.મહત્વનું છે કે, હાલ કનેવાલ તળાવ પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકસિત થાય તે માટે સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.