વડોદરા: ગાર્ડન બન્યું તળાવ અને જાહેર માર્ગ પર નદી વહેતી થઈ,જુઓ વીડિયો
વડોદરા : શહેરના છાણી વિસ્તારમાં આવેલ છાણી જકાતનાકા ગાર્ડનમાં પીવાના પાણીની મુખ્ય વિતરણ લાઈનમાં ગંભીર ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણીનો જબરદસ્ત વેડફાટ થયો છે.એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે અહીં જાહેર માર્ગો પર પીવાના પાણીની રેલમછેલ જોવા મળતા વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખાની કામગીરી અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.