મોરબી: મોરબીના પીલુડીનો ખેડૂત પરિવાર અદાણી કંપનીના ત્રાસથી ઝેરી દવા પી લેવાનું કહીને લાપતા
Morvi, Morbi | Nov 18, 2025 મોરબી અને માળીયા મિયાણા તાલુકામાં હેવી વીજ લાઇન પસાર કરવા અંગેના વિવાદિત ગેઝેટ સામે ગામે ગામથી ખેડૂતો કંપની સામે વિરોધમાં ઉતર્યા હોવા છતાં અદાણી કંપનીના માણસો કલેકટરમાં નામે પોલીસને સાથે રાખી ખેડૂતોના ખેતરમાં બળજબરીથી મહાકાય થાંભલા નાખી રહ્યા છે ત્યારે હાઈકોર્ટમાં મેટર હોવા છતાં પીલુડી ગામના ક્ષત્રિય ગૃહસ્થના ખેતરમાં થાંભલા નાખવા કાર્યવાહી કરવામાં આવતા આ ખેડૂતે બે બાળકો અને પત્ની સાથે ઝેરી દવા પી લેવાનો વીડિયો બનાવી લાપતા બની જતા ખળભળાટ મચી ગયો