માંડવી વિસ્તારમાં લોકોના નામે 16 ટુ-વ્હીલર છોડાવી કુલ રૂપિયા 8.09 લાખની ઠગાઈ આચરનાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો. માંડવી તાલુકા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન એલસીબીની ટીમે બાતમીના આધારે આરોપી હુશેન ઉર્ફે હુશેની સલીમ શેખજાદાને શંકાસ્પદ વાહન સાથે ઝડપી લીધો હતો.પોલીસે આરોપીની પૂછપરછ કરતા લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપી પાસેથી ૧૬ ટુ-વ્હીલર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. માહિતી સવારે ૮ કલાકે પ્રાપ્ત થયેલ છે.