સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના સમાજકાર્ય વિભાગ દ્વારા “Future-Ready HR & Human Empowering in the Age of AI & Gen Z” વિષયક HR Conclave 2026નું સફળ આયોજન તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યુનિવર્સિટીના એમ. પી. પટેલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ કૃત્રિમ બુદ્ધિમત્તા અને જનરેશન Zના સંદર્ભમાં માનવ સંસાધન વ્યવસ્થાપનની બદલાતી ભૂમિકાને સમજાવવાનો રહ્યો હતો