ગોધરા પોલીસ હેડક્વાર્ટર્સમાં પશુ ક્રૂરતાનો બનાવ સામે આવ્યો છે. રિઝર્વ પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ. નિસરતાએ નોંધાવેલી ફરીયાદ મુજબ, 5 ફેબ્રુઆરીએ પોલીસકર્મી નિતિનકુમાર પાંડોરની પત્ની શીતલબેન પાંડોરે નિર્દોષ દેસી શ્વાનને લાકડીથી માર માર્યો હતો. શ્વાનને ગંભીર ઇજાઓ થતાં તે લંગડાતું ચાલે છે. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં શ્વાનને મારતા અને સીડીઓ પરથી નીચે ઉતારતા દ્રશ્યો દેખાય છે. આ મામલે શીતલબેન પાંડોર સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી