ઘોઘંબા તાલુકાના ખરખડી ગામ પાસે આવેલી આઈ.ટી.આઈ. નજીક ગઈકાલે સાંજે ઉત્તરાયણના દિવસે એક સરકારી એસટી બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૃતક ખરખડીની મુવાડી ગામે રહેતા બારીયા રંગીતભાઈ બુધાભાઈ હતા. તેઓ જીએફએલ કંપનીમાં નોકરી કરતા હતા. ખરખડી આઈ.ટી.આઈ. પાસે સાઈડ કાપવા જતાં તેઓ અચાનક એસટી બસની નીચે આવી ગયા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.