તિલકવાડા: તિલકવાડા રેવા ગ્લોબલ સ્કૂલ ના બાળકો ચેસ સ્પર્ધા માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો. તાલુકા વાસીઓમાં ખુશીનો માહોલ
વધુમાં વધુ યુવાનો રમત ગમત ની સ્પર્ધામાં ભાગ લે અને ખેલ પ્રત્યે આજના યુવાનો બાળકો માં રુચિ કેળવાય તે ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપ તિલકવાડા સ્થિત રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રેવા ગ્લોબલ સ્કૂલમાં અભ્યાસ કરતા શ્લોક અજય તડવી અન્ડ 11 માં અને દર્શીની તડવી અંડર 17 માં ચેસ સ્પર્ધા માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર લાવતા તાલુકાવાસીઓ માં ખુશી ની માહોલ છવાયો છે