વેરાવળ, કોડીનાર તાલુકામાં શ્રમિકો અને રિક્ષા ચાલકોની ટીબી તપાસ કરી જાગૃત કરાયાં,ટીબી નાબૂદીના સંદેશા સાથે ટીશર્ટ વિતરણ
Veraval City, Gir Somnath | Oct 7, 2025
ટી.બી. અંગેના જાગૃત અભિયાન અંતર્ગત વેરાવળ અને કોડીનાર તાલુકાની વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે ક્ષય અધિકારી અને સ્ટાફ દ્વારા મુલાકાત લઇ ટી.બી. અંગે માર્ગદર્શન આપી તમામની તપાસ કરી ટી.બી.નાબુદીના સંદેશા સાથે શ્રમિકોને ટીશર્ટ અને ટોપી વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથે જ રિક્ષા ચાલકોને પણ ટી.બી.જાગૃતિ અંગેના ટીશર્ટ અને ટોપી વિતરણ કરી ટી.બી. અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.