ગતરોજથી નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં આજરોજ શહેરના ૧૮ વેપારીઓને તથા છૂટક વેચાણકર્તાઓ ને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો અદાજીત રૂપિયા ૧૦,૦૦૦/- ની કિંમત નો અંદાજિત ૭૦ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ રૂ.૩૦૦૦ પેનલ્ટી રૂપે વસૂલ કરવામાં આવ્યા હતા.