હળવદ: હળવદના જુના તથા નવા ઇશનપુર ગામ વચ્ચે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવતીનું મોત
Halvad, Morbi | Nov 18, 2025 હળવદ તાલુકાના નવા ઇશનપુર ગામે રહેતી મૂળ મયાપુર ગામની વતની વિધિબેન અશિષભાઈ જાદવ ઉ.18 નામની યુવતી ગઈકાલે વાડીએથી ઘેર જતી હતી ત્યારે જુના અને નવા ઇશનપુર ગામની વચ્ચે આવેલ કેનાલમાં હાથપગ ધોવા તેમજ પાણી પીવા જતા પગ લપસી જતા કેનાલના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.