ગોધરા શહેરની સહજાનંદ સોસાયટીમાં બાઈકો પર ધસી આવેલા 10 થી વધુ અજાણ્યા ઈસમોએ એક રહેણાંક મકાનમાં તોડફોડ કરી પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ, કેટલાક અજાણ્યા શખ્સો પાઈપ લાકડી સાથે સહજાનંદ સોસાયટીમાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ સોસાયટીમાં રહેતા કાછિયા પટેલ પરિવારના મકાનને નિશાન બનાવ્યું . ઘરમાં રહેલા તમામ ઘરવખરીના સામાન સહિત બહાર પાર્ક કરેલી 2 બાઈકોની પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં પરિવારના સભ્યોને બચા