ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલ શંકર તળાવ પાસે વીજ ડીપી તળાવ તરફ નમી ગઈ હતી.. જે ગમેત્યારે તૂટી પડે તેવી સંભાવના હતી. સ્થાનિક લોકોની માંગ હતી કે આ વીજ ડીપી ને સલામત સ્થળે ફિટ કરવામાં આવે. આજરોજ તા. 27/02/2026 શુક્રવારે બપોરે 12 વાગ્યાથી UGVCL ધોળકા કચેરીના સ્ટાફ દ્વારા સલામત જગ્યાએ વીજ ડીપી ફિટ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.