સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થઈ રહ્યું છે. શહેરના કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રોંગ સાઈડમાં આવતા એક અજાણ્યા બાઈક ચાલકના કારણે 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી નામના હીરાના કારખાનેદારે પોતાનો જીવ ગુમાવ્યો છે. ફૂલપાડાથી રત્નમાલા રોડ પર સર્જાયેલા આ અકસ્માતમાં સિટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. અચાનક સામ