ગાંધીધામ: ઓસ્લો સર્કલ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ગાંધીધામમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ
ગાંધીધામ મહાનગરપાલિકાના વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓસ્લો સર્કલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુનઃ સ્થાપિત પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ સાથે ટાગોર રોડ પરના નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું નામકરણ પણ "ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રિજ" તરીકે કર્યું હતું. આ ઉપરાંત, ઓસ્લો સર્કલ ડેવલપમેન્ટ અને પાર્કિંગ ફેસિલિટીના કામોની તકતીનું પણ અનાવરણ કરાયું હતું.