ભાવનગર શહેરના હિમાલયા મોલ નજીક કન્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી. બિલ્ડીંગની કન્સ્ટ્રકશનની કામગીરી દરમિયાન એક શ્રમિક અચાનક નીચે ફટકાયા હતા. સુનિલ શર્મા નામના શ્રમિક નીચે ફટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા 108 માં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શ્રમિકને મૃત જાહેર કરાતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.