હળવદ: હળવદના સુસવાવ ગામ સિંચાઈ માટે કેનાલમાં મુકેલા ખેડૂતોના 12 દેડકાં મોટરની ચોરી....
Halvad, Morbi | Nov 19, 2025 હળવદના સુસવાવ ગામ પાસે ગોરાસરી નામે ઓળખાતી સીમમાં ખેતરો ધરાવતા લાલજીભાઇ પ્રેમજીભાઇ માકાસણા અને વિનોદભાઇ શામજીભાઇ સોનગ્રાએ ફરિયાદ નોંધાવી હતી કે તા.૧૩ના રાત્રીના સમયે તેઓએ કેનાલમાં રાખેલ અલગ અલગ હોર્સ પાવરની ઇલેક્ટ્રીક મોટરો (દેડકા) નંગ કુલ 12 જેની કુલ કિ.રૂ 2,25,000/-ની કોઇ અજાણ્યા તસ્કરોએ ચોરી કરી હતી. આ ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.