જામનગર શહેર: શહારમાં બેડી બંદર ખાતે માછીમારો સાથે દેશ સુરક્ષા મામલે વહીવટી તંત્ર દ્વારા મહત્વની બેઠક યોજાઈ
જામનગરમાં બેડી બંદર ખાતે માછીમારો સાથે વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજવામાં આવી હતી. બેડી મરીન પોલીસ, ફિશરિઝ વિભાગ અને આઈબી વિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માછીમારોને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, ત્યારે માછીમારના પ્રમુખ અનવરભાઈ સંઘારની ઉપસ્થિતિમાં ચોમાસામાં માછીમારીની બંધ સિઝન અને બોટના રીપેરીંગ મામલે રજૂઆત કરાઈ હતી.