કાંકરેજ: થરા ખાતે સરદાર પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રા રાજ્યસભાના સાંસદના અધ્યક્ષ સ્થાને યોજાઇ
કાંકરેજ વિધાનસભાના થરા ખાતે વાળીનાથ મહાદેવના મંદિરેથી આજે મંગળવારે સવારે 9:30 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રા રાજ્ય સભાના સાંસદ બાબુ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષાને યોજાઈ હતી જે પદયાત્રા વાળીનાથ મહાદેવના મંદિરેથી ઓગડ દેવ દરબાર મઠ ખાતે પહોંચી હતી જ્યાં દેવ દરબાર મઠના મહંતે આશીર્વાદ પાઠવ્યા હતા