ઉધના: સુરતના ઉધનામાં પગપાળા પસાર થતાં યુવકને ચપ્પુ બતાવી ૫૦૦ની લૂંટ
Udhna, Surat | Nov 26, 2025 સુરત શહેરનાં ઉધના ખાતે આવેલ હરીનગરમાં મોડી રાત્રે પગ પાળા પસાર થઈ રહેલ યુવકને ચપ્પુથી ડરાવી ધમકીને ૫૦૦ રૂપિયાની લૂંટ કરનારા ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે. ફરિયાદને પગલે પોલીસે સાગર, રાહુલ અને ચુંડી નામક ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.શહેરનાં પાંડેસરા ખાતે બમરોલીમાં રહેતા ૧૯ વર્ષીય રમેશ પ્રકાશ વર્મા ગત ૨૩મી નવેમ્બરનાં રોજ રાત્રે ૧૦.૧૫ વાગ્યાના સુમારે ઉધના હરીનગર પાસે આવેલ આશાપુરી નાસ્તા સેન્ટર પાસેથી પગ પાળા પસાર થઈ રહ્યો હતો.