મહુવા તાલુકાના વાઘેશ્વર ગામે જસલા ફળિયામાં રહેતા રાકેશભાઈ ગુલાબભાઈ પટેલ ના ઘર નજીક આજુબાજુ ના વિસ્તારમાં એક વિશાળકાય અજગર શિકારની શોધમાં નેટની જાળી માં ફસાઈ ગયો હતો.સ્થાનિકોએ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ અશ્વિનભાઈ ને જાણ કરાતા તેમની ટીમ તરત જ વાઘેશ્વર ગામે પહોંચી હતી અને વિશાળકાય અજગર ને નેટની જાળી માંથી બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ભારે જહેમત બાદ એનિમલ વેલ્ફેર ની ટીમે વિશાળકાય અજગર ને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો.