સુરત: શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીનો આતંક મચાવનાર રીઢા ગુનેગારને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયેલા આ આરોપી પાસેથી રૂ. ૨.૫૮ લાખની કિંમતના ૭ મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે, જેનાથી પાલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.આરોપી અસલમ ઉર્ફે પંચર સલીમ શેખ રાત્રિના સમયે ભાડાની રિક્ષા લઈને નીકળતો હતો. તે ખાસ કરીને નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઈટને નિશાન બનાવતો હતો.