ચોટીલાના રામચોક વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નિર્મિત નવી દુકાનો છેલ્લા એક દાયકાથી બિનઉપયોગી પડી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ સરકારી મિલકત રાજકીય કારણોસર અટવાયેલી છે, જેનાથી સ્થાનિક વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે.સ્થાનિક સૂત્રો અનુસાર, સત્તાધારી પક્ષમાં ચાલતા આંતરિક જૂથવાદને કારણે આ દુકાનોની હરાજી અટકી પડી છે. કયા જૂથને કેટલી દુકાનો મળશે તે નક્કી કરવામાં જ દસ વર્ષનો સમય વીતી ગયો છે. આ દુકાનોને આગામી ચૂંટણીઓ માટે રાજકીય લાભ મેળવવા માટે ઉપયો