વડોદરા : નશાના દૂષણને ડામવા ફરી એકવાર પોલીસ હરકતમાં આવી છે. શહેરના અનગઢ ગામ બસ સ્ટેન્ડ પાસે પરમાર ફળિયામાં રહેતા ચંદુભાઈ સામંતભાઈ પરમાર પોતાના રહેણાંક મકાનની બહાર વનસ્પતિ જન્ય માદક પદાર્થનું ગેરકાયદેસર વેચાણ કરે છે.જે ચોક્કસ માહિતીને આધારે નંદેસરી પોલીસ મથકની ટીમે રેડ કરતા 4 કિલો 415 ગ્રામ પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો.જેને કબજે કરી પોલીસે ચંદુભાઈની અટકાયત કરી NDPS એકટ હેઠળ કાર્યવાહી હાથધરી હતી.