ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં જાહેર રસ્તા પરના ગેરકાયદે દબાણો હટાવવા માટે ત્રણ વર્ષથી લડત આપતા 70 વર્ષના સિનિયર સિટીઝન કાનાભાઈ પરમારે મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ રજૂઆત કરી છે. કલેક્ટરના 15 દિવસમાં દબાણ દૂર કરવા અંગેના આદેશને 18 માસ બાદ પણ અમલ ન થતા એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર અને બસ જેવી સુવિધાઓ ખોરવાઈ છે. સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને સરપંચના સહકારના અભાવે ન્યાય ન મળતાં હવે મુખ્યમંત્રી કાર્યાલયે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને કાર્યવાહીનો આદેશ આપ્યો