સોનાના બિસ્કિટ સસ્તા ભાવે તથા એક લાખ કા પાંચ લાખ, હેન્ડ ટુ હેન્ડ જેવી પોસ્ટ સોશ્યલ મીડિયામાં નાખી લોકોને છેતરવા જતાં ભુજના સોહિલ સલીમ ચાવડાને એલસીબીએ ઝડપી લીધો છે. એલસીબીને ખાનગી બાતમી મળતા સોહિલ ચાવડા (રહે. ઈમામ ઓટા પાસે, રહીમનગર, ભુજ)ને ઝડપતા તેની પાસેના બન્ને મોબાઈલમાં રાજુ પટેલ તથા પ્રભાસ પટેલ નામની ફેસબુક આઈડી ચાલુ હતી. જેમાં તેણે સોનાના બિસ્કિટ સસ્તા ભાવે તથા ભારતીય ચલણી નોટોના ફોટા પોસ્ટ કરી તેના નીચે લાઈનમાં `એક લાખ કા પાંચ લાખ, હેન્ડ ટ