જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસ સ્ટેશનમા ઘરેલુ હિસા કેસની મુદત દરમિયાન બીજા નંબરના પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ
ખાડીવાવ ગામના ફરિયાદી મહિલાએ અબ્બાસ મન્સુરી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સહિતાની કલમ હેઠળ જાંબુઘોડા પોલીસ મથકે તા.13 નવેમ્બરના રોજ સાંજે 5.45 કલાકે ગુનો નોધાવ્યો હતો જેમા ફરિયાદી મહિલાએ જણાવ્યુ હતુ કે તેમના બીજા પતિ અબ્બાસભાઈ વિરુદ્ધ જાબુઘોડા કોર્ટમા ઘરેલુ હિસાનો કેસ દાખલ કરાવ્યો હતો.આ કેસની મુદત હતી અને મુદત પૂર્ણ થતા ફરિયાદી કોર્ટના પગથિયા નીચે ઉતરી રહ્યા હતા ત્યારે આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે