ડભોઇ તાલુકાના કનાયડી ગામડી બસ સ્ટેન્ડ નજીક આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક ઉછળી પડ્યો હતો. ટક્કર એટલી પ્રબળ હતી કે બાઈકચાલકના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.