સુઈગામ: જમ્મુથી ભુજ જતી મોટરસાઇકલ રેલીનું સુઈગામ ખાતે ભવ્ય સ્વાગત કરાયું.
બી.એસ.એફના 60 માં સ્થાપના વર્ષ નિમિતે આયોજિત મોટર સાઇકલ રેલીનું આયોજન કરાયું 9 નવેમ્બર થી જમ્મુથી નીકળેલ મોટર સાઇકલ રેલી 1730 કી.મીનુ અંતર કાપી 19 નવેમ્બરે ભુજ ખાતે સમાપન થશે.ભારત દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની રક્ષા કરતા બી.એસ.એફ ફોર્સના 60માં સ્થાપના વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે જમ્મુથી ભુજ જવા નીકળેલ 60 જેટલી મોટર સાઇકલ રેલીનું સુઈગામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.