હાલોલ: ભીમનાથ મહાદેવ પાસે પાલિકા દ્વારા ગેરકાયદે દબાણો ના સફાયો કરાયો,સ્થાનિકો અને પાલિકા ટીમ વચ્ચે તનાવજની પરિસ્થિતિ સર્જાઈ
હાલોલ ભીમનાથ મહાદેવ માર્ગ પાસે સરકારી જમીન પર વર્ષોથી ઉભા કરાયેલા ગેરકાયદે મકાનો પર હાલોલ નગરપાલિકાએ આજે બુધવારે સાંજના સુમારે તોડફોડ કાર્યવાહી શરૂ કરી હતી, જે દરમિયાન રહીશો અને પાલિકા સ્ટાફ વચ્ચે તણાવજની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભીમનાથ મહાદેવ મંદિર માર્ગે પરપ્રાંતિઓ દ્વારા વર્ષોથી સરકારી જમીન પર ગેરકાયદે ચોલ ઊભી કરવામાં આવી હતી.રાજ્ય સરકારની દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે, પાલિકાએ તોડફોડની કાર્યવાહી હાથ ધરી હતી