વડોદરા પૂર્વ: ગોરવા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવકે ત્રણથી ચાર વખત સગીરા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી
વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવકે 16 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ગોરવા પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે અને સગીરાનુ મેડિકલ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.