માંગરોળ તાલુકાના વાંકલ ગામના બજાર માર્ગ ઉપર બેફામ દોડતા ઓવરલોડ જોખમી વાહનો માંથી પથ્થરો કપચી પડવાની ફરી એકવાર ઘટના બનતા પોલીસ આરટીઓ અને સરકારી તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે આ ઘટના વારંવાર બને છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી રજૂઆત રૂપસિંગ ગામીત દ્વારા કરાઈ હતી