માળીયા: માળીયા મિયાણાના નવાગામમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો....
Maliya, Morbi | Nov 10, 2025 માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે નવાગામ નદીકાંઠે દરોડો પાડી મૂળ વવાણીયા અને હાલ મોરબી રણછોડનગરમાં રહેતા આરોપી અફઝલ મુબારકભાઈ પઠાણ ઉ.19ને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ 100 લીટર ગરમ આથો, 100 લીટર ઠંડો આથો, 100 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત 21,150ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.