રાજકોટ: શહેરના યુનિવર્સિટી રોડ પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મનપાના નિવૃત્ત ડેપ્યુટી ઈજનેર અને તેમના પત્નીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને સજોડે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. 70 વર્ષીય વૃદ્ધ દંપતીના આ આત્યંતિક પગલાથી પરિવાર અને સ્નેહીજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.