ગોધરા તાલુકાના છકડીયા ચોકડી નજીક આવેલા કરસાણા ગામે ગત મોડી રાત્રે એક ચાર જેટલી ગાયો કૂવામાં પડી જવાની ઘટના બની હતી જંગલ વિસ્તારમાં ચરવા ગયેલી 4 ગાયો અચાનક ખુલ્લા કૂવામાં પડી ગઈ હતી. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતા અને ભારે જહેમતના પરિણામે ચારેય ગાયોને સહી-સલામત બહાર કાઢવામાં સફળતા મળી છે