ગાંધીધામ: આદિપુર વિસ્તારમાં ત્રિપલ અકસ્માત; લોકોમાં ભયનો માહોલ
ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ પર પંચમુખી હનુમાન મંદિર પાસે આજે એક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક ફોર્ચ્યુનર કાર, એક બાઇક અને સ્વિફ્ટ ડિઝાયર કાર વચ્ચે ભારે અથડામણ થતાં વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.આ અકસ્માતમાં બાઇકચાલકને ઇજા પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાના પગલે સ્થળ પર લોકોની ભારે ભીડ એકઠી થઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.પોલીસે તુરંત ઘટનાસ્થળે દોડી જઈ ટ્રાફિક પૂર્વવત્ કરાવી હતી