વડનગર: વડનગરના સીપોરમાં 2 જુથ બાખડ્યા,સામસામે ફરિયાદ નોંધાય
સીપોર ગામમાં થોડા દિવસ પહેલ 2 જુથ વચ્ચે માથાકુટ થઈ હતી જે ફરી થવા પામી છે. ફરીવાર બનાવ બનતા વડનગર પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. જુની અદાવતના લીધે આ માથાકુટ થઈ હોવાનું સામે આવ્યું છે તો ઇજાગ્રસ્ત લોકોને વડનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે પોલીસનો કોઈ ડર ન હોવાથી આવી ઘટનાઓ બની રહી છે અને વડનગરના પીઆઈ કડક કાર્યવાહી કરી આખા તાલુકાને ભય મુક્ત બનાવે એવી માંગ પણ થઈ રહી છે.