તિલકવાડા: તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કુલ ખાતે રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન ૨૦૨૫ ની તાલુકા કક્ષાએ ઉજવણી કરાઈ
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન ૨૦૨૫ નું આયોજન તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું. જેનો આશય રવિ પાકો અને આધુનિક કૃષિ ટેક્નોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન, વિવિધ કૃષિ સહાય યોજનાઓની જાણકારી તેમજ ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં નવી તકનિકીનો લાભ આપવાનો છે.