સુરત સાઇબર ક્રાઇમ સેલ દ્વારા સરથાણા ખાતે આવેલા કેબીસી બિલ્ડિંગના ઓફિસ નંબર 427 અને ઓપેરા બિઝનેસ હબ ની ઓફિસ નંબર 150 માં છાપો માર્યો હતો.જ્યાંથી દિપક ડોબરીયા અને ડોક્ટર શૈલેષ ધામેલીયા એ 24/7 ક્લબ નામની કંપની શરૂ કરી હતી. જે કંપનીમાં રોકાણ કરવાથી મહિને 10% રિટર્ન અને રોકાણનું ત્રણ ગણું વળતર આપવાની લાલચ આપી ઇન્વેસ્ટમેન્ટ ના નામે લોકો પાસેથી રોકાણ કરાવડાવ્યું હતું.આરબીઆઈ કે સેબી નું કોઈપણ પ્રકારનું લાઇસન્સ વિના રોકાણમાં થાપણો સ્વીકારતા ધરપકડ કરી હતી.