જાંબુઘોડાના જબાન પાસે સામે થી આવી રહેલા બાઈક સવારે બોલેરોમા અથડાવી અકસ્માત કરતા બાઈક ચાલક તેમજ તેની પાછળ બેઠેલી સ્ત્રી ને ગંભીર ઈજાઓ પહોચી હતી.પેટ્રોલ પંપ પાસે બે બાઈક સવારો સામ સામે ભટકાતા જોટવડ ગામના કનુભાઈ બારીયા જેઓ પોતાની પત્ની તેમજ પુત્રીને લઈ પરત જોટવડ તરફ આવી રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી બાઈક સાથે અકસ્માત સર્જાતા તેઓ બાઈક ઉપરથી ફગોળાઈ ગયા હતા જ્યારે પાછળથી પુરપાટ આવી રહેલ ટેન્કરમા લીલાબહેન આવી જતા અકસ્માતમા લિલાબહેનનુ મોત નીપજ્યુ હતુ