વડોદરા: ચાલુ કલાસમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેની મસ્તીમાં બીજા વિદ્યાર્થીને આંખમાં પેન વાગી,પિતાએ બળાપો કાઢ્યો
વડોદરા : શહેરની વિદ્યુત બોર્ડ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમ ધો.9માં ક્લાસરૂમમાં પહેલી બેન્ચીસ પર બેઠેલા વિદ્યાર્થીએ છેલ્લી બેન્ચીસ પર બેઠેલા વિદ્યાર્થીને પેન ફેંકતા વચ્ચે બેઠેલા બીજા વિદ્યાર્થીની આંખમાં વાગતા તેને ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ સ્કૂલ મેનેજમેન્ટ સામે ટીચરની બેદરકારીને લઈ નારાજગી દર્શાવી હતી.જ્યારે આચાર્યે આ ઘટનાને દુઃખદ ગણાવી હતી.