ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા વિધાનસભા ક્ષેત્રમાં તા ૨૯,૩૦ નવેમ્બરના રોજ ધ્રાંગધ્રા સેવાસદન અને નગરપાલિકા ખાતે વિશેષ કેમ્પનું આયોજન
૬૪-ધ્રાંગધ્રા વિધાનસભા મતદાર વિભાગમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વિશેષ કેમ્પ તા. ૨૯/૧૧/૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક સુધી તથા તા. ૩૦/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક સુધી નીચેના સ્થળોએ યોજાશે. આ ખાસ કેમ્પ મામલતદાર કચેરી, તાલુકા સેવા સદન, ભલા હનુમાન પાસે, હળવદ રોડ, ધ્રાંગધ્રા, નગરપાલિકા કચેરી, પોસ્ટ ઓફિસની સામે, ધ્રાંગધ્રા,ખાતે યોજાશે