ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સહિત દેશના અનેક રાજ્યોમાં રોયલ ટ્વિન્કલ સ્ટાર ક્લબ લિમિટેડ દ્વારા શરૂ કરાયેલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં વર્ષ 2010 થી 2015 દરમિયાન આશરે 3 લાખથી વધુ લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. રોકાણ પર વધુ નફાની લાલચ આપતા આ સ્કીમ હેઠળ લગભગ ₹2600 કરોડથી વધુનો મોટો ફ્રોડ બહાર આવ્યો હતો.