લીંબડી: લીંબડી તાલુકાના ટોકરાળા ગામે સમાજ કલ્યાણ શાખા દ્વારા અસ્પૃશ્યતા અને નશાબંધી જાગૃતિ શિબિર યોજાઇ
સમાજ કલ્યાણ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર આયોજિત અને પરિવર્તન ટ્રસ્ટ ટોકરાળા દ્વારા સંચાલિત અસ્પૃશ્યતા અને નશાબંધી જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક આગેવાન ખુશાલભાઇ જાદવ, સંજયભાઈ જાદવ સામાજિક કાર્યકર Bjp તથા અન્ય મહાનુભાવો એ ઉપસ્થિત રહેલા લોકો ને અસ્પૃશ્યતા નિવારણ તથા નશાબંધી અંગે જાગૃતિ લાવવા માટે વિસ્તૃત માહિતી આપી હતી..