ધ્રોલ: હમાપર ગામે ખેતીની જમીન મામલે ઘાતક હુમલો
ધ્રોલના હમાપર ગામમાં ખેતીની જમીન મામલે બે કુટુંબો વચ્ચે ધીંગાણું ખેલાયું: બે મહિલા સહિત એક જ પરિવારના ચાર શખ્સો ધારિયા કુહાડા જેવા હથિયારો સાથે તૂટી પડ્યા: ફરિયાદી અક્ષય ડાંગર તેમજ તેમના પિતા અને કાકા સહિત ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો: ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ કેશુભાઈ ડાંગર અને વિનુભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.