મહુવા: કરચેલીયા ગામે ઘરમાં શોર્ટ સર્કિટથી આગ: ફ્રીઝ-લાકડાનું સામાન ખાખ, મોટી હોનારત ટળી.
Mahuva, Surat | Dec 6, 2025 મહુવા તાલુકાના કરચેલીયા ગામે શોર્ટ સર્કિટને કારણે ઘરમાં આગ લાગતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, કરચેલીયા કોળીવાડ ખાતે રમેશભાઈ ગોપાલભાઈ પટેલના મકાનમાં જગદીશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. ઘટનાસમયે પરિવારના તમામ સભ્યો گھરની બહાર હતા, તે દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતાં ઘરમાં આગ ભભૂકી ઊઠી હતી. આગનો ધુમાડો ઊઠતા જ પાડોશીઓ દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.